વડોદરા, : લાઇમ પાવડરની આડમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસે આરોપી પાસેથી દારૃની બોટલ,ટેમ્પો અને મોબાઇલ ફોન સહિત કુલ રૃપિયા ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,એક બજાજ થ્રી વ્હીલર ટેમ્પાનો ડ્રાયવર કારેલીબાગ અમિતનગરથી ભૂરા રંગના બેરેલમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને નીકળ્યો છે.અને સમા બ્રિજ પાસે ડિલિવરી કરવાનો છે.જેથી,પી.આઇ.જે.જે.પટેલની સૂચના મુજબ સ્ટાફે સમા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક થ્રી વ્હીલ ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૃની ૨૬૪ બોટલ કિંમત રૃપિયા ૭૯,૨૦૦ ની મળી આવી હતી.પોલીસે ટેમ્પાના ડ્રાયવર અહેમદ ગુલામનબી શેખ (રહે.નૂર કોમ્પલેક્સ, નવાબવાડા, રાવપુરા)ને પકડી ગુનો દાખલ કર્યો હતો.પોલીસે આરોપી પાસેથી દારૃની બોટલ, ટેમ્પો, બે મોબાઇલ ફોન,પ્લાસ્ટિકના ૬ બેરલ અને લાઇન પાવડરના ટેક્સ વોઇસ કબજે લીધા હતા.પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દારૃનો જથ્થો રાકેશ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો.પોલીસે દારૃ મંગાવનાર આરોપી, થ્રી વ્હીલર ટેમ્પો ભાડે કરનાર તથા લાઇમ પાવડરના ખોટા બિલ બનાવનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.