કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને કમળ કોતરેલા જોવા મળ્યાનો દાવો

142

નવી દિલ્હી,તા.11.મે.2022 : કાશીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન વિડિયોગ્રાફી કરનારા વિભાષ દુબેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને ફૂલોનું નકશીકામ નજરે પડ્યુ હતુ.વિડિયોગ્રાફરે દાવો કર્યો હતો કે, સાથે સાથે વિષ્ણુ ભગવાનના ફેણ ઉઠાવેલા નાગ તેમજ બ્રહ્માજીનું કમળ પણ દેખાયુ હતુ. ઉત્તર અને પશ્ચિમમાં સર્વેનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. દિવાલ પર કોઈ ઉઝરડા પાડવામાં આવ્યા નહોતા.માત્ર રેકોર્ડિંગ કરવા માટે ધુળ હટાવાઈ હતી.બે કેમેરાથી શૂટિંગ ચાલી રહ્યુ હતું.

દુબેએ કહ્યુ હતુ કે, મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલ પર ઘંટની કોતરણી જોવા મળી હતી.નરી આંખોએ આ બધુ જોઈ શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે, વિડિયો ગ્રાફી અને સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તે સમયને યાદ કરતા દુબેનું કહેવુ હતુ કે, બહાર નારા લગાવવાનુ શરૂ થયુ ત્યારે અંદરથી ડર લાગતો હતો.

Share Now