
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) ૪૦ જેટલા સ્થળોએ દેશભરમાં દરોડા પાડી વિદેશથી મેળવવામાં આવતા ડોનેશનમાં ગેરરીતિ અથવા તો તેનો હવાલા કારોબારમાં મદદ કરતા ૧૦ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે. ચેરીટીઓર્ગેનાઈઝેશન કે નોન ગવર્ન્મેન્ટ ઓર્ગેનાઈઝેશન (NGO)ના નામે ચાલતી આ પ્રવૃત્તિમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં મદદગારી માટે પાંચ જેટલા સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરી છે.ગૃહ મંત્રાલયમાં કામ કરતા આ અધિકારીઓએ લાંચની સામે આ NGOને નિયમો નેવી મૂકી, ગેરકાયદેસર રીતેવિદેશથી દાન મેળવવા માટેના દેશના નિયમો વિરુદ્ધ મંજુરીઓ આપી હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું.
વિદેશથી ડોનેશન મેળવવા માટેના નિયમોની વિરુદ્ધ આ કામગીરીમાં દરોડા દરમિયાન ગૃહ મંત્રાલયના અધિકારીઓ, વચેટીયાઓ અનેNGOના પ્રતિનિધિઓ રંગે હાથ પકડવામાં આવ્યા છે.રાજસ્થાન, ચેન્નાઈ, મૈસુર જેવા સ્થળોએ પડેલા દરોડામાં રૂપિયા બે કરોડના હવાલા વ્યવહાર પણ પકડાયા હોવાનું CBIએ જણાવ્યું છે.