વોશિંગ્ટન : યુક્રેન ઉપરનાં આક્રમણનો કોઇ અંત દેખાતો નથી. કહેવાય છે કે, યુદ્ધ લાંબો સમય ચાલશે. પુતિન તે માટે યોજના આગળ બનાવી રહ્યા છે.અમેરિકી રાષ્ટ્રીય જાસૂસી એજન્સીના ડાયરેકટર એવરિબ હૈન્સે ગઇકાલે (મંગળવારે) જણાવ્યું હતું કે પુતિન ડોનબાસ ક્ષેત્રમાં ચલાવાઈ રહેલાં અભિયાન પછી પણ યુદ્ધ બંધ નહીં કરે.મોબ્દોવાનાં પોતાના તાબા નીચેનાં ક્ષેત્રમાં રશિયા એક ભૂમિ પુલ નિર્માણ માટે દ્રઢ છે.અમેરિકી જાસૂસી તંત્ર તેમ પણ જણાવે છે કે, પુતિન દેશમાં માર્શલ-લો (કટોકટી) જાહેર પણ કરે.પુતિન કદાચ એવો પણ પેંતરો રચે કે જેથી પશ્ચિમી દેશો આટલી ખુલ્લી રીતે યુક્રેનનું સમર્થન ન પણ કરે.
હૈન્સે કહ્યું : પુતિન યુક્રેનમાં લાંબા સમયનાં યુદ્ધની તૈયારી કરે છે. તેઓ ડૉનબાસથી આગળનાં લક્ષ્યો પણ સિદ્ધ કરવા માગે છે.અત્યારે તો રશિયા અને યુક્રેન વચ્ચે જમીન તથા સમુદ્ર તેમ બંને તરફ ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે.આમ છતાં ઉત્તરમાં કીવ ઉપર રશિયા કબજો જમાવી શક્યું નથી.CIA તેમજ FBI તેમ બંને જાસૂસી સંસ્થાઓ તથા નાની જાસૂસી સંસ્થાઓ ઉપર પણ હેન્સ દેખરેખ રાખી રહ્યા છે.તેઓ જણાવે છે કે રશિયાએ કાળા-સમુદ્ર તટે આવેલા ઓડેસા પાસેના સમુદ્ર તટે પ્રચંડ આક્રમણ શરૂ કરી દીધું છે.
તેની ગોળાબારીને લીધે શહેર ખંડેર થઈ ગયું છે.ત્યાંથી ૪૪ શબ મળ્યા છે. યુક્રેનના એક અધિકારી ઓલેહ સિનેહુબોબે સોશ્યલ મીડીયા ઉપર આ માહિતી આપતાં કહ્યું હતું કે, ‘નાગરિકો ઉપર પણ બર્બરતા આચરવા માટે રશિયા ઉપર યુદ્ધ અપરાધનો એક વધુ સબળ પુરાવો, ઈઝીયમ ઉપર કરાયેલા આક્રમણથી મળી રહે છે.ઇઝીયમ ડૉન-બાસના પૂર્વનાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું મહત્વનું શહેર છે.જે હવે યુક્રેન ઉપર રશિયાનાં યુદ્ધનું કેન્દ્ર બની રહ્યું છે.