મેરિટલ રેપને લઈને અલગ-અલગ છે દિલ્હી હાઈકોર્ટના જજના મત, સુપ્રીમ કોર્ટ જશે મામલો

123

નવી દિલ્હી, તા. 11 મે 2022, બુધવાર : મેરિટલ રેપ (Marital Rape) ગુનો છે કે નહી તેને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી.હાઈકોર્ટના જજ આ મામલે એકમત ન થતા હવે આ કેસ ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવ્યો છે.આની સાથે જ મેરિટલ રેપનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પણ જશે. મેરિટલ રેપ કેસ પર સુનાવણી કરી રહેલા જસ્ટિસ રાજીવ શકધર અને જસ્ટિસ હરિશંકરના વિચારોમાં કાયદાઓની જોગવાઈઓ હટાવવાને લઈને મતભેદ હતો. એટલા માટે આ કેસને મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે.ખંડપીઠે અરજદારને અપીલ કરવાની છૂટ આપી છે.

મેરિટલ રેપને ગુનો ઘોષિત કરવો કે ન કરવો તેના પર દિલ્હી હાઈકોર્ટે આજે નિર્ણય સંભળાવવાનો હતો. આ કેસમાં અગાઉ કેન્દ્ર સરકારે હાલના કાયદાની તરફેણ કરી હતી પરંતુ બાદમાં યુ-ટર્ન લઈને તેમાં ફેરફારની હિમાયત કરી હતી.21 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.ફેબ્રુઆરીમાં થયેલી સુનાવણીમાં સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં બંધારણીય પડકારોની સાથે-સાથે સામાજિક અને પારિવારિક જીવન પર પડતી અસરોનું પણ અધ્યયન કરવું જરૂરી છે.તેમણે આગળ કહ્યું કે, કાયદો, સમાજ, પરિવાર અને બંધારણ સાથે સબંધિત આ કેસમાં આપણે રાજ્ય સરકારના વિચાર જાણવા જરૂરી છે.10માંથી 3 મહિલાઓ તેમના પતિ દ્વારા જાતીય હિંસાનો ભોગ બને છે

મેરિટલ રેપ ભલે ગુનો ન ગણાય પરંતુ ઘણી ભારતીય મહિલાઓ હજુ પણ તેનો સામનો કરે છે.રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (NFHS-5)ના જણાવ્યા પ્રમાણે દેશમાં હજુ પણ 29%થી વધુ મહિલાઓ એવી છે જેઓ તેમના પતિ દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો સામનો કરે છે.

Share Now