વડોદરા, : માંજલપુર વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડેલા બિશ્નોઇ ગેંગના વિદેશી દારૃના ગોડાઉનના કેસની તપાસ દરમિયાન નાણાંકીય લેવડ-દેવડમાં આંગડિયા પેઢીના સંચાલકની સંડોવણી જણાતા પોલીસે પેઢીના સંચાલકની ધરપકડ કરી છે.દારૃના ધંધામાં મદદ કરવાના કેસમાં સૌપ્રથમ વખત આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ થઇ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે,અટલાદરા બિલ કેનાલ રોડ,વી.એમ.પી.પ્લાઝામાં આવેલા શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન – નંબર-૩ માં વિપુલ ફરાસખાના નામની દુકાનમાં ઘેવરભાઇ મારવાડી (બિશ્નોઇ) (રહે.કરડા, રાજસ્થાન) એ દારૃનો જથ્થો ઉતાર્યો છે.તેની બહાર પાર્ક કરેલા ટેમ્પામાં પણ દારૃનો જથ્થો છે.જેથી,સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને વિદેશી દારૃની ૮,૮૪૧ બોટલ કિંમત રૃપિયા ૨૬.૧૫ લાખની કબજે લીધી હતી.પોલીસે સ્થળ પરથી ત્રણ વાહન અને મમરાની ગુણ મળી કુલ રૃપિયા ૩૩.૧૧ લાખની મત્તા કબજે લીધી હતી.
વિદેશી દારૃના ધંધામાં થતા નાણાંકીય લેવડ-દેવડ બાબતે પીસીબી પી.આઇ.જ.ેજે.પટેલે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, બિશ્નોઇ ગેંગ દ્વારા વિદેશી દારૃના ધંધામાં થતી નાણાંકીય લેવડ-દેવડ આંગડિયા પેઢી મારફતે થતી હતી.અને બૂટલેગરો દારૃના રૃપિયા એચ.કે.આંગડિયા પેઢીમાં જમા કરાવતા હતા.૧૫ થી ૧૬ લાખની રકમ જમા થયા પછી બિશ્નોઇ ગેંગની સૂચના મુજબ આંગડિયા પેઢીમાંથી નાણાંની ચૂકવણી જે-તે સ્થળે કરવામાં આવતી હતી.પીસીબી પોલીસે આંગડિયા પેઢીના સંચાલક અશોક કાંતિલાલ પટેલ (રહે.મહાલક્ષ્મી બેન્કના મેડા પર, સુલતાનપુરા, મૂળ રહે.ગામ બલોલ તા.મહેસાણા)ની ધરપકડ કરી છ