વડોદરા, : સુરતના સટોડિયા પાસેથી સાત કરોડની આઇ.ડી.મેળવીને ક્રિકેટનો સટ્ટો રમાડતા આરોપીના સાગરિતોને પીસીબી પોલીસે અગાઉ ઝડપી લીધા હતા.આ ગુનામાં અગાઉ ૮ આરોપી પકડાયા હતા.જ્યારે અન્ય ૬ આરોપીઓને પીસીબી પોલીસે આજે પકડી લીધા છે.આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સલમાન ગોલાવાલા હજી પકડાવાનો બાકી છે.
પીસીબી પોલીસને માહિતી મળેલી માહિતીના આધારે ,તરસાલી વડદલા રોડ પર આવેલા કાન્હા રેસિડેન્સીમાં રહેતો રામચંદ્રસિંહ કિશોરસિંહ રાઉલજીએ આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધો હતો.પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે,પાણીગેટ ડબગરવાડમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાની આઇ.ડી.નું સંચાલન કરતા સલમાન ગોલાવાલાના સાગરિત કલ્પેશ બાભણીયા પાસેથી એક મહિના અગાઉ પચાસ હજાર રૃપિયામાં આઇ.ડી.લીધો છે.હારજીતના રૃપિયા દર સોમવારે સુફિયાન નામનો શખ્સ લઇ જાય છે.પીસીબી પોલીસે આ કેસમાં વધુ ૬ જુગારીઓને ઝડપી પાડયા છે.જ્યારે અગાઉ આઠ આરોપીઓ પકડાયા હતા.હજી આ કેસમાં ૧૦૦ જેટલા આરોપીઓ પકડવાના બાકી છે.જેમના નામ અગાઉ ખૂલી ચૂક્યા છે.
(૧)મોહંમદમુનાફ અબ્દુલગની વ્હોરા (રહે.વાડી, વચલું ફળિયું)
(૨)હુસેનખાન ઉસ્માનખાન પઠાણ (રહે.કલ્યાણનગર સોસાયટી, યાકુતપુરા)
(૩)તોફીક ઇબ્રાહીમમીંયા પઠાણ (રહે.યાકુતપુરા)
(૪)ચેતન મનહરભાઇ કહાર (રહે.વુડાના મકાનમાં, કિશનવાડી)
(૫)મહેંદીહુસેન ઇબ્રાહીમભાઇ ભોજાવાલા (રહે.તાઇવાડા, વાડી)
(૬)આસિફ ગુલામહુસેન શેખ (રહે.સાંઇબાબા ચેમ્બર, યાકુતપુરા)