દાનહ આદિવાસી વિકાસ સંગઠને 3 ટન અનાજ રાજસ્થાન મોકલાવ્યું

265

– 13થી15 મે સુધી આદિવાસીઓનું મહા સંમેલન યોજાશે

દાદરાનગર : રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે આગામી તા.13,14 અને 15 મેના રોજ યોજાનાર આદિવાસી એકતા પરિષદના 29માં મહાસંમેલન માટે દાનહ આદિવાસી વિકાસ સંગઠને 3 ટન અનાજ મોકલાવ્યું છે.સાંસદ કલાબેન ડેલકરે આદિવાસી ભવન ખાતેથી ટેમ્પોને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો.

આ પ્રસંગે સાંસદે જણાવ્યુ કે, આદિવાસી એકતા પરિષદ છેલ્લા 29 વર્ષથી સમગ્ર દેશમાં આદિવાસી અને બિન આદિવાસી સમાજમાં વૈચારિક આંદોલન ચલાવી રહેલું છે જે ખૂબજ સરાહનીય છે.રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે યોજાનારા આ મહાસંમેલનમાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડશે.આદિવાસી વિકાસ સંગઠન દ્વારા નૈતિક જવાબદારી સમજી અનાજ મોકલવાનું નક્કી કર્યું હતું.આ પ્રસંગે આદિવાસી વિકાસ સંગઠન,નવ શક્તિ મહિલા સંગઠનના હોદ્દેદારો સહિત મુખ્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

Share Now