ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ-૨૦૧૦ અંતર્ગત સીબીઆઈએ ૪૦ સ્થળોએ દરોડા પાડયા હતા.જેમાં ૧૪ની ધરપકડ કરવામાં આવી હતી અને ૩.૨૧ કરોડ રૃપિયાની રોકડ રકમ જપ્ત થઈ હતી.સીબીઆઈએ શંકાસ્પદ રીતે વિદેશી ફંડ ઉઘરાવતા એનજીઓ અને સંગઠનો સામે કાર્યવાહી કરી હતી.ગૃહ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈએ ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ-૨૦૧૦ અંતર્ગત ૩૬ લોકો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. સીબીઆઈની કાર્યવાહી દરમિયાન દિલ્હી, રાજસ્થાન, ચેન્નાઈ, હેદરાબાદ, મેસુર સહિતના ૪૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.એમાં ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૩.૨૧ કરોડ રૃપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ હતી.નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશથી ફંડ મેળવતા એનજીઓ અને સંગઠનો સામે પગલાં ભરવામાં આવ્યા હતા.જે લોકોની ધરપકડ થઈ છે, જેમાં એનજીઓના સંચાલકો ઉપરાંત વિદેશી ફંડ અપાવતા વચેટિયાઓનો પણ સમાવેશ થાય છે.આ આરોપીઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ સંડોવાયેલા હતા.લગભગ સાત અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે.
ગત ૧૦મી મેના રોજ આ આરોપીઓ અને એનજીઓ સામે કેસ દાખલ થયો હતો.સીબીઆઈના કહેવા પ્રમાણે નિયમોનો ભંગ કરીને વિદેશી ફંડ મેળવવાના આ કૌભાંડમાં ત્રણ નેટવર્ક કાર્યરત હતા.સરકારી અધિકારીઓ, સંસ્થાના સંચાલકો અને વચેટિયાઓની મીલી ભગતથી આ કૌભાંડ ચાલતું હતું.એનજીઓને નિયમો તોડીને વિદેશી ફંડ માટે મંજૂરી આપી દેતા ગૃહ મંત્રાલયના એફસીઆરએ ડિવિજનના અધિકારીઓની પણ તપાસ શરૃ થઈ છે.અગાઉ સીબીઆઈએ બે અધિકારીઓને લાંચની રકમ લેતા પકડી લીધા હતા.