વડોદરા, : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ સોર્સિંગથી સુરક્ષાની કામગીરીમાં રોકવામાં આવેલી સૈનિક સિક્યુરિટી એજન્સીની કામગીરીમાં બેદરકારી જણાતા તેને ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશનમાં અલગ – અલગ જગ્યાએ જરૃર જણાય ત્યાં સિક્યુરિટીના માણસો તૈનાત કરવામાં આવ્યા છે.જેમાં છાણી તળાવ ખાતે સૈનિક સિક્યુરિટીના માણસો રાખવામાં આવ્યા છે.કોર્પોરેશનનાં એન્ક્રોચમેન્ટ એન્ડ રીમૂવલ ડાયરેક્ટરે પણ અગાઉ આ સિક્યુરિટીની કામગીરી બરાબર ન હોવા અંગે કહ્યું હતું.જેથી તંત્ર દ્વારા કામગીરીમાં સુધારો લાવવા વારંવાર તાકિદ કરવામાં આવી હતી.દરમિયાન છાણી તળાવ ખાતે હોર્ટિકલ્ચર અને લોનની કરાયેલી કામગીરી પર રખડતા ઢોર મળી આવતા સૈનિક સિક્યુરિટીની કામગીરીની પોલ ખુલી હતી.તળાવ ખાતે સિક્યુરિટી હોવા છતાં ઢોર રખડતા જોવા મળતા કામગીરીમાં બેદરકારી બદલ ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.