વડોદરા, : ફતેપુરા લાલઅખાડા પાસે પૈસાની લેવડ-દેવડના મુદ્દે મારામારી થઇ હતી.બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.ફતેપુરા ધૂળધોયાવાડમાં રહેતા શાહિદ સમસુદ્દીનભાઇ શેખે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૧ મી એ રાતે સાડા દશ વાગ્યે હું મારા ઘરની સામે આવેલ ચ્હાની લારી પાસે બેઠો હતો.તે સમયે ચિરાગ નારાયણભાઇ ઓડ (રહે.ખીચડી ખાના ,પોપ્યુલર બેકરી પાસે, વારસિયા) આવ્યો હતો.મેં તેને રોકીને કહ્યું હતું કે,તું તારા મિત્ર સત્યેનની ભલામણ કરવા આવે છે.અને સત્યેન પાસે મારો નાનો ભાઇ તાજ્જુદ્દીન પૈસા માંગતો હોઇ મેં ચિરાગને પૈસા આપી દેવા માટે કહ્યું હતું.મારી વાત સાંભળીને ચિરાગ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.તેણે મને બે લાફા મારી દીધા હતા.
જ્યારે સામા પક્ષે ચિરાગ ઓડે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું મારા કામ માટે લાલઅખાડા પાસેથી હુજરત ટેકરા તરફ જતો હતો.તે સમયે શાહિદ મને રસ્તામાં મળ્યો હતો.તેણે મને રોકીને કહ્યું હતું કે,તારા મિત્ર સત્યેનની સાથે કેમ ફરે છે ? મારે તેની પાસે પૈસા લેવાના છે.તેણે ઉશ્કેરાઇને મારી સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.