મુંબઇ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે મુંબઇ, થાણેમાં દાઉદ ગેંગ સાથે સંડોવાયેલી મનાતી વ્યક્તિ અને માલમતા પર છાપો માર્યા બાદ ૧૮ જણની પૂછપરછ કરી છે.ઇડી અને આઇબી પણ તેમની પૂછપરછ માટે એનઆઇએની ઓફિસ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.મની લોન્ડરિંગમાં સામેલ હોવાની શંકાને લીધે બેન્કના ખાતાની માહિતી અને અન્ય પુરાવાની તપાસ થઇ રહી હોવાનું કહેવાય છે.મની લોન્ડરિંગની શંકાને લીધે બેન્કના ખાતા અને અન્ય પુરાવાની તપાસ
ઇડી અગાઉના મની લોન્ડરિંગના મામલાની પણ તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યના અલ્પસંખ્યા પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકની અંડરવર્લ્ડ અને ડી-ગેંગ સાથેની સાંઠગાઠ પ્રકરણે ૨૩ ફેબુ્રઆરીના ઇડીએ ધરપકડ કરી હતી.’ડી’ ગેંગ સામે મળીને આર્થિક ગેરરીતિ આચરવાનો તેમની પર આરોપ છે.દાઉદના સાગરીત પાસેથી મલિકે બજાર કરતાં ઓછા ભાવે પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું કહેવાય છે.એનઆઇએની ટીમે સોમવારે દરોડા પાડયા બાદ તપાસ કરતા મલિકના પુત્રના નામની જાણ થઇ છે.
આમ ફરી નવાબ મલિકની મુશ્કેલી વધુ ગઇ છે.એનઆઇએના અધિકારી સોમવારથી સતત ૧૮ જણની કલાકો પૂછપરછ કરી છે.એમાં ગેંગસ્ટર છોટા શકીલના સાઢુભાઇ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, માહિમ અને હાજીઅલી દરગાહના ટ્રસ્ટી સોહેલ ખંડવાની તથા અજય ગોંસાલિયા, ગુડ્ડુ પઠાણ, મુનાફ શેખ, અસ્લમ પઠાણી સમીર હિંગોરા, કય્યુમ શેખ, આરિફ શેખ અને અન્યનો સમાવેશ છે.