ટીમ ઈન્ડિયાની ‘દિવાલ’ની વિન્રમતા, બૂક લોન્ચિંગ કાર્યક્રમમાં ચૂપચાપ પાછળની ખુરશી પર બેસી ગયા

171

નવી દિલ્હી, તા. 12 મે 2022 : ભારતીય ટીમના કોચ અને એક સમયે દિવાલ તરીકે ઓળખાતા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટસમેન રાહુલ દ્રવિડ મેદાન પર અને મેદાન બહાર પોતાના શાંત સ્વભાવ માટે જાણીતા છે.રાહુલ દ્રવિડનો વર્તાવ પણ વિન્રમ હોય છે.તેમની લાઈફ સ્ટાઈલ પણ સાદગીભરી છે.જેનો અનુભવ ચાહકોને પણ થયો હતો.દ્રવિડ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ ગુડપ્પ વિશ્વનાથની નવી બૂકના લોન્ચિંગના કાર્યક્રમ્માં માસ્ક પહેરીને પહોંચ્યા હતા અને ચૂપચાપ પાછળની ખુરશી પર બેસી ગયા હતા.

કેટલીય વાર સુધી તો લોકોને ખબર જ નહોતી પડી કે, રાહુલ દ્રવિડ હાજર છે.એ પછી કેટલાક ચાહકોને ખ્યાલ આવ્યો અને તેમણે દ્રવિડનો ઓટોગ્રાફ લીધો હતો.સોશિયલ મીડિયા પર એક યુઝરે દ્રવિડની આ તસવીર વાયરલ થઈ રહી છે.કાશી નામની યુઝરે લખ્યુ છે કે, દ્રવિડ એકલા જ ફરી રહ્યા હતા અને તેમણે લેખક રામ ગુહા સાથે હાય હેલો કર્યુ હતો..એ પછી મને લાગ્યુ હતુ કે, આ તો રાહુલ દ્રવિડ જ છે.બાદમાં મેં તેમનો ઓટોગ્રાફ લીધો હતો.

Share Now