
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર : ઔદ્યોગિક અકસ્માત વખતે જાહેર મિલકતને, પર્યાવરણને કે પછી વ્યક્તિને આવતી શારિરીક અપંગતા કે મૃત્યુના કેસમાં વળતર આપવા માટે પબ્લિક લાયેબિલીટી ઇન્સ્યોરન્સ એક્ટ હેઠળ પ્રીમિયમ પેટે ઉદ્યોગોએ જમા કરાવેલા અબજો રૃપિયામાંથી છેલ્લા૩૦ વરસમાં એક પણ વાર ઉપયોગ જ કરવામાં આવ્યો નથી.પરિણામે ઔદ્યોગિક અકસ્માત વખતે અકસ્માતના વીમાનું પ્રીમિયમ ભર્યું હોવા છતાંય ઉદ્યોગોએ જ નુકસાનનું વળતર આપવાની જવાબદારી અદા કરવી પડી રહી છે.કંપનીઓની પેઈડ અપ કેપિટલના પ્રમાણમાં તેમણે સરકારી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓને પ્રીમિયમ ચૂકવવું પડે છે.આ પ્રીમિયમ કંપની વતીથી અને સરકાર વતીથી બંને હિસ્સા કંપનીઓએ જ સરકારી વીમા કંપનીઓમાં જમા કરાવવા પડે છે.પરંતુ ઔદ્યોગિક અકસ્માતના સમયમાં સરકાર કલેક્ટરના માધ્યમથી નુકસાનીની આકારણી કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરાવડાવતી જ નથી.તેથી તેમને વીમા કંપનીઓ તરફથી અકસ્માતનો ભોગ બનેલી કંપનીઓને વળતર મળતું જ નથી.
એલઆઈ એક્ટ પ્રમાણે જોખમી રસાયણોની પ્રક્રિયા કરતી વળાએ કે પછી તેના પરિવહન દરમિયાન કોઈ અકસ્માત થાય તો તેવા સમયે થતાં નુકસાનીનું વળતર મળી રહે તે માટે પ્રીમિયમ જમા કરાવવામાં આવે છે.પરંતુ આ પ્રક્રિયા પ્રીમિયમ લેવા પૂરતી જ સીમીત થઈ ગઈ છે. પરિણામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ પ્રકારના અકસ્માતના સમયમાં તેમને પેનલ્ટી કરે તે પેનલ્ટીનીરકમ જમા કરાવી દેવા સિવાય ઉદ્યોગો પાસે કોઈ જ ચારો રહેતો નથી.આ સ્થિતિનો ઉકેલ લાવવાની માગણી ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસએમઈ એસોસિયેશન-ફિસાની બેઠકમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એન.કે. નાવડિયા દ્વારા કરવામાં આવી હતી.વાસ્તવમાં આ પ્રકારના અકસ્માતો બને ત્યારે સરકારે કલેક્ટરને આદેશ કરીને નુકસાનીનો અંદાજ કે આકારણી કરાવવી પડે છે.પરંતુ સરકાર આ આકારણી કરવાની જવાબદારી કલેક્ટરને સોંપતી જ નથી.
વાસ્તવમાં ૅૅજાન્યુઆરી ૧૯૯૧માં પબ્લિક લાયેબિલીટી ઇન્સ્યોરન્સ એક્ટ લાવવામાં આવ્યો હતો.અ આ એક્ટની જોગવાઈ ખાસ કરીને ઔદ્યોગિક અકસ્માતની સ્થિતિમાં વળતર આપવાના હેતુથી કરવામાં આવી હતી.આ એક્ટની જોગવાઈ હેઠળ જોખમીરસાયણો કે પદાર્થો સાથે પનારો પાડતા ઔદ્યોગિક એકમોએ આકસ્મિક ઘટનામાં વળતર આપવા માટે પ્રીમિયમ આપવાનું આવે છે.તેમાં ખાસ કરીને જોખમી પદાર્થોની પ્રોસેસ – પ્રક્રિયા કરતી વેળાએ કોઈ અકસ્માત થઈ જાય અને તમાં જાહેર મિલકતને, પર્યાવરણને કે પછી આ પ્રક્રિયા કરનારા કામદારોને માટે જીવલેણ બને કે પછી તેમને શારિરીક નુકસાન થાય તેવા કેસોમાં આ પોલીસી હેઠળ વળતર આપવાનો હોય છે.
આ પ્રકારના અકસ્માત થાય ત્યારે નિયમ મુજબ ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડીને કલેક્ટર જેવી સક્ષમ સત્તાને વાસ્તવમાં થયેલા ડેમેજ-નુકસાનની આકારણી કરવા જણાવવાનું હોય છે.કલેક્ટર ડેમેજની આકારણી કરે અને તેને આધારે એવોર્ડ આપે તે પછી