મોટેરા સ્ટેડિયમ નજીક રોકડ સહિત રૂપિયા ૫.૬૦ લાખની મત્તાની ચોરી

238

અમદાવાદ : એટીએસના અધિકારીઓએ અગાઉ લીંમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપી પાસેથી ચાર હથિયારો જપ્ત કર્યા બાદ સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી ૨૮ લોકોની ધરપકડ કરીને ૬૦ જેટલા હથિયારો જપ્ત કર્યા હતા.બાદમાં આરોપી દેવેન્દ્રસિંહની પુછપરછમાં તેણે આપેલી માહિતીને આધારે એટીએસની ટીમ દ્વારા બોટાદ, થાનગઢ, સાયલા અને જસદણમાંથી વધુ નવ લોકોને ઝડપીને ૧૮ ેેગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હતા.મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલા મનાલી એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતી ગંભીરે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગત ૨૨મી એપ્રિલના રોજ બપોરના સમયે તે સાબરમતી રામનગર ખાતે ખરીદી કરવા માટે ગયા હતા.ત્યાંથી તે રાતના સાડા નવ વાગે પરત આવ્યા ત્યારે જોયુ તો ઘરનો મુખ્ય દરવાજો તુટેલો હતો અને બેડરૂમની તિજોરીમાંથી રોકડ રૂપિયા ૫.૩૦ લાખ અને ૩૦ હજારની કિંમતના સોનાના દાગીના મળીને કુલ ૫.૬૦ લાખની મતા ગાયબ હતી.જો કે આ બનાવ બાદ તે ડરી ગયા હતા અને તેઓ ગુડગાવ તેમના ભાઇના ઘરે ગયા હતા અને સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી.જેથી તેમના ભાઇ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા જ્યોતી ગભીરે ગુરૂવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.

Share Now