મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં અઠવાડિયામાં ૩૨ ટકા વધારો નોંધાયો છે.જેમાં મુંબઇમાં સૌથી વધુ છે.ત્યાર બાદ પુણે, થાણે અને અહમદનગર જિલ્લાનો સમાવેશ થાય છે.રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૬૩ દરદી નોંધાયા હતા અને બે દરદીના મોત થયા હતા.દરદીઓની સંખ્યામાં વધારો થયો છે.એમાંથી ત્રણ ટકા દરદીઓ જ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
ગયા અઠવાડિયાથી રાજ્યમાં દૈનિક દરદીઓની સંખ્યામાં સખત વધારો નોંધાઇ રહ્યો છે.ગત અઠવાડિયાથી રાજ્યમાં બસો કરતા વધુ દરદીની સંખ્યા નોંધાય છે.૨૭ એપ્રિલથી ૩ મે સુધી અઠવાડિયામાં રાજ્યભરમાં ૧ હજાર ૯૭ દરદી નવા નોંધાયા હતા.જ્યારે ૪ થી ૧૦ મે સુધીના અઠવાડિયામાં દરદીની સંખ્યા ૧ હજાર ૪૪૭ ઉપર ગઇ છે.આમ અઠવાડિયામાં નવા દરદીની સંખ્યા લગભગ ૩૨ ટકાથી વધુ થઇ છે.દરદીઓની સંખ્યા વધે છે સારવાર માટે દરદીનું પ્રમાણ માત્ર ૩ ટકા છે.રાજ્યમાં અત્યારે ૧૪૫૫ દરદા સારવાર લે છે એમાં સૌથી વધુ ૮૯૮ દરદી મુંબઇમાં છે.ત્યાર બાદ પુણે અને થાણેનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આજે કોરોનાના ૨૪૦ દરદી કોરોનાથી મુક્ત થયા હતા એવો રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મુંબઇમાં ગત ત્રણ દિવસથી સતત કોરોનાના દૈનિક દરદીઓની સંખ્યામાં વધારો થાય છે.મુંબઇમાં આજે કોરોનાના નવા ૧૫૫ દરદી નોંધાયા હતા. એક દરદીનું મોત થયુંહતું.મુંબઇ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર મુંબઇમાં આજે કોરોનાના સક્રીય ૮૯૮ દરદી છે. જ્યારે ૧૧૬ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા.
શહેરમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૮ ટકા થયું છે.મુંબઇમાં કોરોનાની સંખ્યા વધે છે.પણ નવા નોંધાયેલા દરદીઓમાં દરદીઓનાં તીવ્ર લક્ષણ ખાસ નથી.પરંતુ રોજ વધતા દરદીને લધીે પાલિકાના આરોગ્ય યંત્રણા સતર્ક બની છે.મુંબઇ બાદ આજે થાણેમાં કોરોનાના નવા ૧૨, નવી મુંબઇમાં આઠ, કલ્યાણ-ડોમ્બિવલીમાં એક દરદીનો સમાવેશ થાય છે.