વડોદરા : ભાયલી વિસ્તારમાં આર.સી.સી.રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચિમકી આપનાર રહીશની રાવપુરા પોલીસે અટકાયત કરી છે.
ભાયલી ગામ ઇન્દિરા વસાહતમાં રહેતા ધીરૃભાઇ મહીજીભાઇ પરમારે મુખ્યમંત્રી કચેરી, તાલુકા પોલીસ સ્ટેશન તથા તાલુકા પંચાયતની કચેરીમાં કરેલી અરજી અંગે તેઓને કોઇ જવાબ આપવામાં આવ્યો નહતો.અને તેમણે અરજી કરીને માંગેલી માહિતી પણ આપવામાં આવી નહતી.જેથી,આજે કંટાળીને તેઓ આત્મવિલોપન કરવા માટે દવાની બોટલ લઇને કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા.પોલીસને આત્મવિલોપનની જાણ થતા રાવપુરા પોલીસનો સ્ટાફ પણ ઉપરોક્ત સ્થળે પહોંચી ગયો હતો.ધીરૃભાઇ દવા પીવે તે પહેલા જ પોલીસે તેઓને પકડી લીધા હતા.અને તેમની પાસેથી દવાની બોટલ લઇ લીધી હતી.પોલીસે ધીરૃભાઇની અટકાયત કરી હતી.ધીરૃભાઇનો આક્ષેપ છે કે, ભાયલી ગ્રામ પંચાયતમાં ૧૪ મા નવા પંચની ગ્રાંટ આર.સી.સી.રોડ બનાવવા માટે આવી હતી.તે ગ્રાંટના રૃપિયા વાપરવામાં ભ્રષ્ટાચાર થયો છે.અને આ અંગે મેં કરેલી ફરિયાદમાં કોઇ કાર્યવાહી થતી નથી.