ફતેપુરાની કિશોરી ગુમ થતા અપહરણની ફરિયાદ

205

વડોદરા : ફતેપુરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી ગઇકાલે રાતે ઘરેથી નીકળી ગયા પછી પરત નહી ફરતા તેના પિતાએ આ અંગે વારસિયા પોલીસને જાણ કરી હતી.વારસિયા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી કિશોરીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી ગઇકાલે રાતે દુકાને ખરીદી કરવા જવાનું કહીને જતી રહી હતી.મોડીરાત સુધી કિશોરી પરત નહી આવતા તેના પરિવારજનોએ સગા સંબંધીના ઘરે તપાસ કરી હતી.પરંતુ,કિશોરી મળી નહી આવતા વારસિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.કિશોરી ગુમ થયા અંગે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.કિશોરીની માતાનું અવસાન થયું છે.તે ચાર ભાઇ બહેન સાથે ઘરે રહે છે.કિશોરી પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકીને ગઇ હોઇ, પોલીસે મોબાઇલ ફોનની ડિટેલ કઢાવી છે.તેના આધારે જાણ થશે કે,કિશોરી કોઇની સાથે સંપર્કમાં હતી કે કેમ ?

Share Now