ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં બે શીખ બિઝનેસમેનની હત્યા કરી દેવામાં આવી હતી.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે હત્યા પાછળ આતંકીઓનો હાથ હોઇ શકે છે.જે શીખોની હત્યા કરાઇ તેઓ અફઘાનિસ્તાન સરહદે ખૈબર પ્રાંતમાં રહેતા હતા.અફઘાનિસ્તાન સરહદના ખૈબર પ્રાંતમાં વસતા હિન્દૂઓ, શીખો સહિતના પાકિસ્તાની લઘુમતીઓ પર આતંકીઓ દ્વારા હુમલાનું પ્રમાણ વધ્યું છે.હાલમાં જ શીખ બિઝનેસમેન ૪૨ વર્ષીય સલજીતસિંહ, ૩૮ વર્ષીય રણજીતસિંહની હત્યા કરવામાં આવી હતી.
વહેલી સવારે આ બન્ને પર બાઇક પર સવાર થઇને આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો.આ બન્ને શીખ પેશાવરથી ૧૭ કિમી દુર મસાલાનો વેપાર કરતા હતા અને દુકાન પણ ચલાવતા હતા.આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠન દ્વારા લેવામાં નથી આવી.પાકિસ્તાનના ખૈબર પ્રાંતના મુખ્યમંત્રી મેહબૂબ ખાને દાવો કર્યો હતો કે પ્રાંતમાં લઘુમતીઓને નિશાન બવાનીને શાંતી ડોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે.જ્યારે પાક.ના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ હત્યાની ટીકા કરી હતી અને આતંકીઓ દ્વારા હત્યા કરાઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.સાથે જ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.