બફેલો, તા. ૧૫ : ન્યૂયોર્કના બફેલો સ્થિત સુપર માર્કેટમાં શનિવાર બપોરના સમયે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૧૮ વર્ષના હુમલાખોરે કરેલા ગોળીબારમાં ૧૦ લોકોનાં મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.આ યુવક મિલિટ્રી સ્ટાઇલના કપડા પહેરીને આવ્યો હતો.તે હેલમેટ કેમેરાથી આ હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ કરતો હતો.તે રાયફલ લઇને સુપરમાર્કેટમાં પ્રવેશ્યો અને બેફામ ગોળીબાર શરૃ કરી દીધો હતો.આ હુમલો શ્વેત યુવકે અશ્વેત લોકો પર કર્યો હોવાથી આ હુમલાને વંશીય હુમલો ગણવામાં આવી રહ્યો છે.
આ હુમલો એવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે જ્યાં મોટે ભાગે અશ્વેત લોકો વસે છે.પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકે ૧૧ અશ્વેત લોકો પર ગોળી ચલાવી હતી.ત્યારબાદ તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી લીધું હતું.ત્યારબાદ આહુમલાખોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં તેના પરહત્યાના આરોપ મૂકવામાં આવ્યા હતાં.આ ઘટના પછી ગર્વનર કેથી હોચુલે ટ્વિટર પર જણાવ્યું હતું કે આ હુમલાખોર યુવકે નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે.આ યુવકના બાકીના દિવસો જેલમાં વીતે તેવું હું ઇચ્છું છું.હુમલાખોરની ઓળખ પેટોન જેન્ડ્રોન તરીકે કરવામાં આવી છે. તે ન્યૂયોર્કના કોનક્લીનનો રહેવાસી છે. આ વિસ્તાર બફેલોના ૩૨૦ કિમી દક્ષિણ પૂર્વમાં આવેલો છે.
બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગલિયાએ જણાવ્યું છે કે હુમલાખોરે સ્ટોર્સની બહાર ચાર લોકોને ગોળી મારી હતી.અઆ સ્ટોર્સના સુરક્ષા કર્મીએ આ યુવક પર ગોળીબાર કર્યો હતો પણ આ હુમલાખોરે બુલેટપ્રુફ કપડા પહેર્યા હોવાથી આ હુમલાખોરને કોઇ અસસર થઇ ન હતી.ત્યારબાદ હુમલાખારે સુરક્ષા કર્મીની હત્યા કરી હતી અને તે અંદર પ્રવેશ્યો હતો. આ સુરક્ષાકર્મી નિવૃત્ત પોલીસ અધિકારી છે.ટોપ્સ ફ્રેન્ડલી માર્કેટે આ હુમલા અંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમને આ હુમલાથી મને મોટો આંચકો લાગ્યો છે.અમે પ્રાર્થના કરીએ છીએ કે ઇશ્વર આ હુમલાના મૃતકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.