બ્રિટનમાં ૯૧૦૦૦ સરકારી કર્મચારીઓની નોકરી જશે

215

લંડન, ૧૫ : બ્રિટન સરકાર લગભગ ૯૧ લાખ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી કરી રહી છે. બ્રિટન સરકારના વરિષ્ઠ પ્રધાન જેકબ રીસ મોગના જણાવ્યા અનુસાર સરકાર ખર્ચ ઘટાડવાના ઉદ્દેશથી આ કર્મચારીઓની સંખ્યા ઘટાડશે.આ વાત માનવામાં અસામાન્ય લાગે છે પણ સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડીને ૨૦૧૬ જેટલી કરી નાખવામાં આવશે.આ રીતે જોઇએ તો બ્રિટનમા દર પાંચમાંથી એક સરકારી કર્મચારીની નોકરી જશે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માગીએ છીએ. કોરોનાને કારણે અર્થતંત્ર મોટા પાયે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે ૯૧ લાખ સરકારી નોકરીઓ સમાપ્ત કરવામાં આવશે.જેનો અર્થ થાય છે કે બ્રિટન લગભગ ૨૦ ટકા સરકારી નોકરીઓ સમાપ્ત થઇ જશે.તેનાથી વાર્ષિક ૩.૫ અબજ પાઉન્ડની બચત થશે.

જેકબ રીસ મોર્ગના જણાવ્યા અનુસાર દર વર્ષે ૩૮૦૦૦ લોકો સરકારી નોકરીમાં રાજીનામું આપી રહ્યાં છે.આ સ્થિતિમાં એ જ યોગ્ય છે કે સરકારી નોકરીઓમાં ભરતી રોકી દેવામાં આવે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાનું જોખમ સમાપ્ત થયા પછી પણ લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે.

Share Now