તાનાશાહ કિમ જોંગના દેશ નોર્થ કોરિયામાં કોરોનાનો હાહાકાર, 2 દિવસમાં આઠ લાખ કેસ

283

પ્યોંગયાંગ, તા. 15. મે. 2022 રવિવાર : સનકી તાનાશાહ કિમ જોંગના નોર્થ કોરિયામાં કોરોનાએ મચાવેલા હાહાકારના પગલે દુનિયા ચિંતામાં છે.આ દેશમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 8 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે.રવિવારે પંદર લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

કિમ જોંગે કોરોનાનો પહેલો કેસ સામે આવતાની સાથે જ ગુરુવારે લોકડાઉન લગાવી દીધુ હતુ પણ એ પછી કોરોના કાબૂમાં આવી રહ્યો નથી.નોર્થ કોરિયા બે વર્ષથી દાવો રતુ હતુ કે, અમારા દેશમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી પણ અત્યારે આ દેશની સ્થિતિ ચિંતાજનક છે.તાજેતરમાં નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં એપ્રિલ મહિનામાં મોટા પાયે બે જાહેર કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં મોટાભાગના લોકો માસ્ક વગરના હતા.તેના કારણે જ દેશમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.

જાણકારોનુ માનવુ છે કે, નોર્થ કોરિયામાં સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ એમ પણ સારી નથી ત્યારે જો આ દેશને દવાઓ, રસી અને બીજી સારવાર માટેના સાધનો બહારથી પૂરા નહીં પાડવામાં આવે તો નોર્થ કોરિયામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે.

Share Now