અમેરિકાઃ 18 વર્ષના યુવકે સુપરમાર્કેટમાં આડેધડ ગોળીબાર કરીને 10ને મોતને ઘાટ ઉતાર્યા

136

ન્યૂયોર્ક, તા. 15 મે 2022, રવિવાર : અમેરિકાના ન્યૂયોર્કના એક સુપરમાર્કેટમાં શનિવારે આડેધડ ગોળીબારમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા હતા.18 વર્ષના એક યુવક પર ગોળીબાર કરવાનો આરોપ છે.આ ઘટના બફેલો શહેરમાં બની છે.પોલીસકર્મીઓએ આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.આ મામલો હેટ ક્રાઈમનો છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શ્વેત યુવકે વંશીય હુમલાથી પ્રેરિત થઈને અશ્વેતો પર ગોળીબાર કર્યો હતો.આરોપીએ ફાયરિંગની લાઈવસ્ટ્રીમિંગ પણ કરી હતી.બફેલો સિટી પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હેલ્મેટ અને ગિયર પહેરેલા બંદૂકધારીની હત્યાકાંડ પછી ધરપકડ કરવામાં આવી છે.પોલીસ કમિશનરે જણાવ્યું કે, મોટા ભાગના પીડિત અશ્વેત હતા.

ગ્રામાગ્લિયાએ કહ્યું કે, બંદૂકધારીએ પહેલા ટોપ્સ સુપરમાર્કેટની પાર્કિંગમાં 4 લોકોને ગોળી મારી હતી જેમાંથી 3 લોકોના મોત થઈ ગયા હતા ત્યારબાદ અંદર જઈને પણ ગોળીબાર ચાલું જ રાખ્યો હતો.સ્ટોરની અંદર માર્યા ગયેલા લોકોમાં સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા એક નિવૃત્ત પોલીસ અધિકારી પણ સામેલ હતા.પોલીસ કમિશનર ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે, સુપરમાર્કેટના ગાર્ડે શંકાસ્પદ બંદૂકધારીને ફસાવવા માટે ઘણી ગોળી ચલાવી હતી પરંતુ બંદૂકધારીએ – જે બખ્તર દ્વારા સુરક્ષિત હતો અને ગાર્ડને ગોળી મારી હતી.પોલીસે જણાવ્યું કે, આરોપી વ્યક્તિએ કુલ 13 લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી 11 અશ્વેત હતા.

Share Now