મુંબઈ : ઉલ્હાસનગર કેમ્પ નં.૩ના ટાઉન હૉલ પરિસરમાં એક વ્યક્તિને તેમની ઓળખીતી એક વ્યક્તિ સહિત છ જણે જૂની નોટો બદલી આપવાની લાલચ આપી ૬૭.૫૦ લાખનો ચૂનો ચોપડયો છે.આ સંદર્ભે કથિત છ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીઓએ ચલણની જૂની નોટો લીધા બાદ તેને બદલે પાર્ટીને ૧૨ લાખ રુપિયા આપવા પડશે અને જૂના ચલણના એક કરોડ રુપિયા બેન્ક મારફત બદલી આપી તેને બદલે બેન્ક તરફથી ૨૦ લાખ રુપિયા મળશે.પરંતુ વચ્ચે દલાલને પાંચ લાખ રુપિયા આપવા પડશે.એવું પ્રલોભન આાપી એક કરોડ પાછળ ત્રણ લાખના નફાની લાલચ આપી હતી.
દરમ્યાન જ્યારે ફરિયાદીએ જૂની નોટો આપવાની હતી, ત્યારે ગઠિયાઓએ બોગસ પોલીસને બોલાવી જૂની નોટો સાથે ફરિયાદીને પકડાવવાની ચાલ રચી. જેમાંથી છૂટવા ફરી ફરિયાદીએ સાડાસાત લાખ રુપિયા આપ્યા. જૂની નોટોને બદલે રોકડ મેળવવા જતાં ફરિયાદીએ સપ્ટેમ્બર ૨૦૨૧થી અત્યારસુધીમાં આશરે ૬૭.૫૦ લાખ રુપિયા ગુમાવ્યા છે.