૧૭.૬૦ લાખના દારૃના કેસમાં ગાડીના માલિકને યુ.પી.થી પકડી લાવતી પોલીસ

309

વડોદરા,દવાના બીલોની આડમાં વડોદરામાં દારૃનો જથ્થો લઇ આવેલા ટેન્કરને હરણી પોલીસે ઝડપી પાડી રૃ.સાડા સાત લાખની કિંમતના દારૃ અને ટેન્કર મળી રૃ.૧૭.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ગાડીના માલિકને પોલીસે યુ.પી.થી પકડી લાવી રિમાન્ડ મેળવ્યા છે.

હરણી મેઇનરોડ પર ના ગેટ પાસે શંકર ઢાબા પાછળની ખુલ્લી જમીનમાં દારૃનો મોટો જથ્થો લવાયો હોવાની વિગતોને પગલે હરણી પોલીસે દરોડો પાડયો હતો.પોલીસે વાહનોનું ચેકિંગ કરી એક કેન્ટેનરના ડ્રાયવર સુરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાજપૂત(તારગઢ, પઠાણકોટ, પંજાબ)ની પૂછપરછ કરી હતી.ડ્રાઇવરે તેના કન્ટેનરમાં દવાઓ હોવાનું કહી બિલો બતાવ્યા હતા.પરંતુ પોલીસને શંકા જતાં બોક્સ તપાસ્યા હતા.જેમાંથી કુલ રૃ.૭.૫૮ લાખની દારૃની જુદી જુદી બ્રાન્ડની બટલો મળી આવી હતી.પોલીસે ડ્રાઇવરનો મોબાઇલ કબજે લઇ પૂછપરછ કરી હતી.

દારૃનો જથ્થો રાજસ્થાનના બાડમૈર ખાતે રહેતા ભંવર નામના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે ગાડીના માલિક કુલદીપ ઉર્ફે સંદિપ કપ્તાનસીંગ યાદવ (રહે.મહારાજપુર ગામ,તા.અલીગંજ,ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી છે.અને ગુનાની તપાસ માટે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે.

Share Now