નડિયાદ : વસો તાલુકાના બામરોલી તાબે કૃષ્ણપુરામાં પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળામાં ચાર ઓરડામાંથી ત્રણ ઓરડા જર્જરીત હાલતમાં છે.ત્યારે શાળામાં નવા ઓરડા બનાવવા માંગણી ઉઠવા પામી છે.નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા આ ઓરડાઓનું સમારકામ હાથ ધરાય તેમ વાલીઓ ઇચ્છી રહ્યાં છે.વસો તાલુકામાં આવેલા બામરોલી ગામના કૃષ્ણ પુરા સીમ વિસ્તારમાં ધોરણ ૧ થી ૫ ના ધોરણ મા ૧૧૩ જેટલા બાળકો અભ્યાસ કરે છે.ત્યારે આ શાળામાં ચાર ઓરડા આવેલા છે. જેમાંથી ત્રણ ઓરડા જર્જરીત હાલતમાં છે. જેથી શિક્ષણ ખાતા દ્વારા આ જર્જરિત હાલતમાં હોય બાળકો ને બેસાડવા નહીં ની સુચના આપી છે.ચાર ઓરડામાં થી ત્રણ ઓરડા જર્જરીત હાલતમાં હોઇ બાળકો ને બેસાડવા નહિ તેમજ આજુબાજુ ઊભા રહેવું નહીં તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જર્જરિત ઓરડાના કારણે બાળકો ના જીવનુ જોખમ રહેલું છે.ત્યારે શાળા ના બાળકો ને બેસાડવા કયાં નો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.સત્તાધીશો જર્જરિત હાલતમાં આવેલા ઓરડા ના સ્થાને નવા ઓરડા બનાવવા કાર્યવાહી કરવા વાલીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.