– આઇટીઆર-યુ કયા સંજોગોમાં ભરી શકાય?
આવકવેરા ખાતાએ ૨૯ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આઇટીઆર-યુ ફૉર્મ નોટિફાય કર્યું છે.નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના આવકવેરા રિટર્નને અપડેટ કરવા માટે આ ફૉર્મ બહાર પડાયું છે. આવકવેરાની કલમ ૧૩૯ (૮એ) અને નિયમ ક્ર. ૧૨એસી હેઠળ કોઈ પણ વ્યક્તિ નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ તથા ત્યાર પછીનાં આકારણી વર્ષો માટે સુધારિત રિટર્ન ભરવા માટે આઇટીઆર-યુનો ઉપયોગ કરી શકે છે. દરેક આકારણી વર્ષ માટે એક જ સુધારિત રિટર્ન ફાઇલ કરી શકાશે.
આઇટીઆર-યુ કયા સંજોગોમાં ભરી શકાય?
અગાઉ રિટર્ન ફાઇલ કરાયું ન હોય
આવકની સાચી જાણ કરવામાં આવી ન હોય અને કરવેરાની જવાબદારી વધી જતી હોય
આવક કયા પ્રકારની છે એ જણાવવામાં ચૂક થઈ હોય
કૅરીડ ફૉર્વર્ડ ખોટમાં ઘટાડો થતો હોય
અનએબ્ઝોર્બ્ડ ડેપ્રિશિયેશનમાં ઘટાડો થતો હોય
કલમ ૧૧૫જેબી/૧૧૫જેસી હેઠળ કરવેરાની ક્રેડિટમાં ઘટાડો થતો હોય
કરવેરાનો ખોટો દર લાગુ થઈ ગયો હોય
કયા સંજોગોમાં આઇટીઆર-યુ ફૉર્મ ભરી શકાય નહીં?
શૂન્ય રિટર્ન હોય
રિટર્નમાં ખોટ દર્શાવવાની હોય અથવા કરવેરાની જવાબદારી ઓછી દર્શાવવાની હોય
રીફન્ડની રકમમાં વધારો થતો હોય/રીફન્ડ ક્લેમ કરવાનું હોય
જે વ્યક્તિ સંબંધે આકારણી વર્ષ માટે સર્ચ/સર્વે/ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય અથવા ચાલી રહી હોય અથવા પૂરી થઈ ગઈ હોય
આકારણી વર્ષ માટે અસેસમેન્ટ/રીઅસેસમેન્ટ/રિવિઝન/રિકમ્પ્યુટેશનની કાર્યવાહી ચાલી રહી હોય અથવા પૂરી થઈ ગઈ હોય
કરદાતા સંબંધિત આકારણી વર્ષ
પહેલાં સુધારિત રિટર્ન ફાઇલ કરી શકે નહીં
સરકારે નોટિફાય કરેલી વ્યક્તિ
જે વ્યક્તિ દાણચોરી/કાળાં નાણાં/મની લૉન્ડરિંગ/છુપાવાયેલી વિદેશી ઍસેટ્સ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી
હોય
અહીં ખાસ જણાવવાનું કે જો કરદાતાએ વધારે કર ભરવાનો નહીં આવતો હોય તો તેમને સુધારિત રિટર્ન ફાઇલ કરવાની પરવાનગી નથી.
સુધારિત રિટર્ન કેવી રીતે વેરિફાય કરવું?
ટૅક્સ ઑડિટના કિસ્સામાં : ડિજિટલ સહી
ટૅક્સ ઑડિટ સિવાયના કિસ્સામાં: ઇલેક્ટ્રૉનિક વેરિફિકેશનનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે
સુધારિત રિટર્ન કુરિયર મારફતે બૅન્ગલોર મોકલવા વિશે હજી કોઈ જાણકારી આપવામાં આવી નથી
વધારે વ્યાજની ચુકવણી સરકારનો અભિગમ સરકાર અગાઉ કોઈ આવક દર્શાવવાનું રહી ગઈ હોય તો કરદાતાને એ દર્શાવવા માટેની તક આપી રહી છે.સાથે જ સરકારને પણ એના દ્વારા આવક થશે.વળી,કરદાતા દ્વારા નિયમપાલન થઈ જશે અને કાનૂની ખટલામાંથી મુક્તિ મળી જશે.આકારણી વર્ષ ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૧-’૨૨ માટે જેઓ સાચી આવક દર્શાવી શક્યા નહીં અને એને કારણે એમની કરવેરાની જવાબદારી ઓછી આવી કે શૂન્ય આવી હોય તેમના માટે આ સુવિધા ઉપયોગી થઈ રહેશે.વધારે ૨૫ ટકા કે ૫૦ ટકા કરવેરો ભરીને તેઓ પોતાના રિટર્નને રેગ્યુલરાઇઝ કરી શકશે.