બારડોલી : સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના ઔદ્યોગિક વિસ્તારોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે કીમ ચાર રસ્તા નજીકથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે 6 ચોરોને ઝડપી પાડી કુલ રૂ. 9,94,435 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓને વોંટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કોસંબા ઔદ્યોગિક વિસ્તારોમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહયા હતા.આ ચોરીની ઘટના ઉપર રોક લગાવવા માટે સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે અલલ્ગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેમણે કીમ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ શખ્સો ફારૂક(રહે, સુરત),સત્તાર(રહે, સાયણ),ચીરાગ(રહે, સાયણ) ને વોંટેડ જાહેર કર્યા હતા પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે યાનના ગોલા નંગ-199 કિંમત રૂ, 4,77,600, રોકડા રૂ, 300, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ, 6,000, એક ટેમ્પો નંબર જીજે-05-બીવી-0487 કિંમત રૂ. 4 લાખ, મોટર નંગ-16 કિંમત રૂ,48,000, કેબલ વાયર કિંમત રૂ. 62,535 મળી કુલ રૂ, 9,94,435 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓના નામ
લક્ષ્મણ ઉર્ફે રમેશ નગરીયાભાઈ વસુનીયા (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, માથાસુલા ગામ, જી-જાંબવા, એમ.પી)
રમણ ઉર્ફે રમેશ વીરસિંગ ડિંડોર (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, ગોરીયા ગામ, જી-દાહોદ)
છબીલભાઈ દલાભાઈ બારીયા (રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, કુણદા ગામ, જી-દાહોદ)
નરેશ ઉર્ફે ટીટો ગોરસિંગ ખીહુરી (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, બોરકુંડા ગામ, જી-બાંસવાડા, રાજસ્થાન)
નિલેષ ઉર્ફે લુલો જેમાલ ખીહુરી (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, બોરકુંડા ગામ, જી-બાંસવાડા, રાજસ્થાન)
મોહમદ તોફીક કરીમશા સૈયદ (હાલ રહે, હયાતનગર, બંગાલી બસ્તીની પાસે, ઉન પાટિયા, સચિન સુરત શહેર, મૂળ રહે, નિમકા ગામ, જી-નુહુ હરિયાણા)
આ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા
ચોરીના ગુનાનો મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે રમેશ નગરીયા વસુનીયા કે જે દિવસ દરમ્યાન મજૂરી કરવાના બહાને ઔદ્યોગિક વિસ્તારમાં રેકી કરી ગોડાઉન તથા કંપનીઓમાં રાખેલ માલસામાન જોઈ તેના અન્ય સાગરીતો સાથે રાત્રિના સમયે જઈ તાળાં તોડી માલસામાનની ચોરી કરી પિકઅપ તથા છોટા હાથી ટેમ્પામાં ભરી ચોરીને અંજામ આપતા હતા.