15 વર્ષની તરુણીની છેડતી કરનારના વચગાળાના જામીન નકારાયા

273

સુરત : આરોપીએ પ્રેમલગ્ન કરેલી પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા
15 વર્ષની સગીરા સાથે છેડતી કરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપીએ પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ નકારી કાઢી છે.
લિંબાયત વિસ્તારમાં સરદારનગર સોસાયટીમાં રહેતા 24વર્ષીય આરોપી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલેકની સલાબતપુરા પોલીસે 15વર્ષની તરૃણી સાથે છેડતી બદલ પોક્સો એક્ટના ગુના હેઠળ જેલભેગો કર્યો હતો.બે વાર જામીન નકારાતા હાઇકોર્ટમાં જામીન માંગ્યા બાદ તે અરજી વીથડ્રો કરી હતી.હાલમાં આરોપીએ પ્રેમલગ્ન કર્યા છે તે 21 વર્ષની પત્ની સાસુ સાથે ઝઘડો થતા સહેલીના ઘરે રહેતી હોવાથી તેના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપીની માતા તથા તેના પત્નીના નિવેદન જોતાં સામાન્ય બોલાચાલીમાં ઘર છોડીને તેની સહેલી સાથે રહેતી હોવાનું જણાવ્યું હતુ.તેને ભરણ પોષણની તકલીફ જણાતી નથી.આરોપી વિરુધ્ધ ખટોદરા,લિબાયત તથા વલસાડ પોલીસમાં પણ ગુના નોંધાયા છે.યેનકેન કારણો આપી જામીનમુક્ત થવા પ્રયાસ કરતા હોય તેમ જણાય છે.

Share Now