આ દેશની સરકારી સિસ્ટમને હેકરોએ 1 મહિનાથી કરી છે ઠપ્પ, માંગે છે 2 કરોડ ડોલરની ખંડણી

140

સાન જોસ : 19 મે,2022,ગુરુવાર 51 લાખની વસ્તી ધરાવતો એક મધ્ય અમેરિકી દેશ છેલ્લા એક મહિનાથી સાયબર એટેક કરતી ગેંગથી પરેશાન છે.આ દેશનું નામ કોસ્ટારિકા છે.સુંદર દરિયાકાંઠો ધરાવતો પ્રવાસન સ્થળ તરીકે ફેમસ કોસ્ટારિકા દેશના નવા રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવ્સના જણાવ્યા અનુસાર એક સાઇબર ગેંગે સમગ્ર દેશની સરકારી સિસ્ટમને ઠપ્પ કરી દીધી છે.જેમાં ઓનલાઇન ટેકસ કલેકશનની વેબસાઇટનો પણ સમાવેશ થાય છે.આ ગેંગનું નામ કોન્ટી રેનસમવેર ગેંગ છે.પોતાનો દેશ આ સાઇબર ગેંગ સામે ફાઇટ આપી રહયો છે.

Share Now