HM XCLUSIVE : IAS ઓફિસર કે. રાજેશના કથિત ગોડફાધર સુરત જિ.પંના માજી પ્રમુખ સુરેશ જગુ પણ ભેખડે ભરાશે ? : રાજેશ વિરુદ્ધ 190 કરતા વધુ ફરિયાદો

441

– સુરત જિલ્લા પંચાયતના તત્કાલિન પ્રમુખ સુરેશ જગુ પટેલના અત્યંત નિકટવર્તી છે કે.રાજેશ : બંદૂકના લાઇસન્સ ઇસ્યુ કરવાના વ્યહવાર પેટે 5 લાખ વસુલતા હતા!

– વર્ષ 2015-2016માં સુરત જિલ્લા પંચાયતમાં ભાજપના તમામ નાના મોટાં હોદ્દેદારો સાથે IAS કે.રાજેશને વાંધો પડતો ત્યારે માજી પ્રમુખ સુરેશ જગુ તેમની વહારે આવી ખુલ્લેઆમ બચાવ કરતા !

– કે.રાજેશને સુરત જિલ્લા પંચાયતના સભ્ય ધનસુખ પટેલ સાથે પણ ભારે વિવાદ થયો હતો જેમાં ધનસુખ પટેલ રાજીનામું આપવા સુધ્ધાં તૈયાર થઇ ગયા હતા પણ છેવટે માજી પ્રમુખ સુરેશ જગુએ કે.રાજેશને સખ્ત રહેવાનો નિર્દેશ આપતા આ મામલે ભાજપના હોદ્દેદારોમાં અંદરોઅંદર કચવાટ જોવા મળ્યો હતો!!

સુરત,તા.20 એડિટર (જિગર વ્યાસ ) : CBI દ્વારા 2011ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી કે.રાજેશની ઓફિસ અને તેમના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જાણવા મળ્યા મુજબ બંદૂક લાઈસન્સમાં ગેરરીતિના આરોપ મુદ્દે દિલ્હી CBIમાં FIR થયા બાદ ગુજરાતમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેને લઇ છેક સુરેન્દ્રનગર અને સુરતમાં કે.રાજેશ દ્વારા આચરાયેલા સંખ્યાબંધ કૌભાંડો ખુલ્લા પડે એવી શક્યતા છે. કે.રાજેશના સુરતના વહીવટકાળ દરમ્યાન ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી હતી જેની પણ તપાસ CBI કરે તો મોટા કૌભાંડો અને ભાજપના માજી પ્રમુખ સુરેશ જગુ સુધી પણ રેલો પોહંચે એવી સંપૂર્ણં શક્યતા હોવાનો ગણગણાટ જિલ્લા પંચાયતના દરવાજેથી ખુદ ભાજપના હોદ્દેદારોમાં ચર્ચાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખુદ CBIના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારીનો કાર્યકાળ ખૂબ જ કલંકિત રહ્યો હતો.સૌરાષ્ટ્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી કારણ કે, ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કે.રાજેશ જયારે સુરત જિલ્લા પંચાયતમાં DDO હતા,ત્યારે પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાણ ખુદ જે તે સમયના ભાજપના સભ્યો અને હોદ્દેદારોએ કરી હતી પણ કે.રાજેશના નિકટવર્તી અને માજી પ્રમુખ સુરેશ જગુ સાથે નજીકનો ઘેરાબો હોવાના કારણે મામલો રફેદફે થઇ જતો હોવાની ચર્ચા છે. કહેવાય છે કે માજી પ્રમુખ સુરેશ જાગુ અને કે.રાજેશ એટલી હદે નજીક હતા કે બંદૂકના લાઇસન્સ અને જમીનોના વ્યહવારોમાં તેમના કથિત ગોડફાધર સુરેશ જગુ વિના પાણી પણ પીતાં ન હતા!! આજે જયારે IAS કે.રાજેશના ભ્રષ્ટાચાર મામલે CBIએ દરોડા પાડતા રાજકીય હલચલ વધી ગઈ છે.

ચર્ચા એવી છે કે IAS કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર હતા તે દરમ્યાન તેમની વિરુદ્ધ 190 કરતા વધુ પુરાવાલક્ષી ફરિયાદ છેક મુખ્યમંત્રી અને PMO ઓફિસ સુધી થઇ હતી અને તેના સંદર્ભે જ CBIએ ગતરોજ તેમના ગાંધીનગર અને આંધ્ર સ્થિત નિવાસ્થાને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.કહેવાઈ છે કે.રાજેશે સુરતમાં DDO તરીકે પણ જમીનોમાં અનેક વ્યહવારો કાર્ય હતા પણ જે તે સમયે થયેલી ફરિયાદો આશ્ચર્યજનક રીતે દબાવી દેવાઈ હતી.જેમાં ચર્ચા છે કે કે.રાજેશના કહેવાતા ગોડફાધર સુરેશ જગુએ છેક છેલ્લે સુધી એમનો હતા ઝાલી રાખ્યો હતો જેના કારણે કે.રાજેશને પોતાની દુકાન ચલાવવામાં દુષ્પ્રેરણા મળી હતી.ભાજપના આંતરિક વર્તુળોમાં જે ચર્ચા છે એ મુજબ કે.રાજેશના મનસ્વી વહીવટને લઇ જે તે સમયના તમામ ભાજપના હોદ્દેદારોમાં ભારે આક્રોશ અને કચવાટ જોવા મળી રહ્યો હતો.આ દરમ્યાન સુરેશ જગુએ જાહેરમાં હોંશલાઅબઝાઈ કરતા કહેતા ફરતા પણ હતા કે સમય આવ્યે કે.રાજેશને તેઓ સુરતના કલેકટર પણ બનાવશે!! પરંતુ ત્યારબાદ સુરેશ જગુએ આપેલાં બદહોશલાના ભાગરૂપે IAS કે.રાજેશને રાજકીય પ્રોટેક્શન મળ્યું હોઈ એમ બંદુકના લાઇસન્સ અને જમીનોમાં આર્થિક ગોબાચારી આચરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરુ કર્યો હતો અને સુરેન્દ્રનગર કલેક્ટર બન્યા બાદ પણ આ સિલસિલો થંભ્યો ન હતો જેના પરિણામ સ્વરૂપે 190 કરતા વધુ ફરિયાદો થતા આખરે ગતરોજ રાત્રે CBIએ તેમના ત્યાં દરોડા પાડ્યા હતા.જેનો રેલો તેમના કથિત વેચેટીયા અને ચોકબજારના કાપડના કહેવાતાં વેપારી મોહમમ્દ રફીક મેમણ સુધી પણ પહોંચ્યો છે.સીબીઆઈએ રફીકની ધરપકડ કરી છે ત્યારે આવનારા દિવસોમાં કે.રાજેશના ગોડફાધર સુરેશ જગુ સુધી રેલો લંબાઈ એવી શક્યતા હાલના તબબકે દેખાઈ રહી છે.

જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ જગુ અને કે.રાજેશ વચ્ચેના સંબંધો હાજી પણ યથાવત હોવાની ભારે ચર્ચા છે.તો શું હવે CBI સુરેશ જગુનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે કે જે તે સમયે સુરત જિલ્લા પંચાયતમાં ક્યાં ક્યાં જમીનો અને અન્ય વ્યહવારોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અચારાયો હતો ? કે.રાજેશના સુરતમાં પણ અન્ય ઘણા નિકટવર્તી છે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલગિરી ધરાવે છે એ દિશામાં પણ તપાસ થાય એવી શક્યતા આકાર લઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે સુરતના રફીક મેમણની ધરપકડ થતા કે.રાજેશ એ આચરેલા ભ્રષ્ટાચારમાં વધુ નામો બહાર આવવાની શક્યતા છે.જેમાં તે સમયના જિલ્લા ભાજપના સંગઠન મંત્રી અને ત્યારબાદ તત્કાલીન જિલ્લા પ્રમુખ કે જેઓ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નજીક અને તેમની લોબીમાં હતા એવા સુરેશ જગુ વિરુદ્ધ CBI તપાસ કેન્દ્રિત થશે કે પછી કે.રાજેશના કથિત ગોડફાધરને બચાવી લેવામાં આવશે ? જેને લઇ ભાજપના આંતરિક વર્તુળમાં ચર્ચા ઉઠવા પામી છે. CBIના દરોડાના પગલે છેક ગાંધીનગરથી લઇ સુરેન્દ્રનગર અને હવે સુરત કનેક્શન ખુલતા રાજકીય હલચલ અને ગંભીર ચર્ચાએ ભારે વેગ પકડાયો છે,ત્યારે આ કેસમાં આવનારા દિવસોમાં CBI શું એક્શન લે છે તે તરફ સામાન્ય લોકોની નજર કેન્દ્રિત થઇ છે.શું હાલના તબક્કે રફીક મેમણ બાદ કે.રાજેશના અન્યો સાથે સંબંધો છે તેવા તમામ CBI ઈંકયારીમાં માસ્ટર પ્લેયર્સ સાબિત થશે ? જેને લઇ પણ ચર્ચા છે.

CBIના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારીનો કાર્યકાળ ખૂબ જ કલંકિત રહ્યો હતો.સૌરાષ્ટ્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી કારણ કે, ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.

Share Now