બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યા હતા.પકડાયેલ ઇસમો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ બે બાઇક મળી કુલ રૂ.62,420 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે મોગલાણી ફળિયામાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો ટોળું વળી પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહયા હતા.
જે અંગેની બાતમી માંગરોળ પોલીસને મળતા તેમણે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી,રેડ દરમ્યાન જુગાર રમી રહેલ બાબુભાઇ મુળજીભાઈ વસાવા(રહે,નાની નરોલી,તા-માંગરોળ)સુભાષભાઈ રવજીભાઈ રાવળ(રહે,તડકેશ્વર,તા-માંડવી)તથા રણછોડભાઈ મનસુભાઈ વસાવા(રહે,વસ્તાન ગામ,તા-માંગરોળ)ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે દાવ પરના તેમજ અંગઝડતીના રોકડા રૂ,12,420 તથા બે બાઇક કિંમત રૂ,50,000 મળી કુલ રૂ,62,420 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસની રેડ દરમ્યાન ભાગી જનાર સિરાજ અહમદ ભોરાત(રહે,નાની નરોલી,તા-માંગરોળ),દીપકભાઈ મોતીલાલ પરમાર(રહે,નાની નરોલી)તથા સાદીક કરીમ પઠાણ(રહે,ડુંગરી ગામ,તા-માંગરોળ)ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.