IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…

142

મુંબઈ : તા.21 મે 2022, શનિવાર : ચેન્નઈ સુપર કિંગ્સનો ILP 2022માં અંત હાર સાથે થયો છે.ILPની સીઝન વચ્ચે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ મહેન્દ્ર ધોનીને કેપ્ટન બનાવ્યા બાદ પણ આખરે 3 લીગમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. CSKને શુક્રવારે પોતાની આખરી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ હારથી ચેન્નઈ ટીમમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ટીમની બેટિંગ ખોરવાઈ ગઈ અને ધોનીની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં.મેચ બાદ કેપ્ટન ધોનીએ આ હારનું કારણ માન્યું હતું.

CSKને શરૂઆતની પહેલી ઓવરમાં ઝટકો લાગી ગયો હતો.ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.ત્યારબાદ ત્રીજા નંબરે બેંટિગ કરવા ઉતરેલા મોઈન અલીએ જોરદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં જ ચેન્નાઈનો સ્કોર 1 વિકટના નુકશાને 75 રન સુધી પહોંચી ગયો હતો.આ શરૂઆત બાદ એવું લાગી રહ્યું હતું કે,ચેન્નઈની ટીમ મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહેશે પરંતુ બાકીની 14 ઓવરમાં ચેન્નઈના બેટ્સમેનો માત્ર 75 રન જ ઉમેરી શક્યા હતા.રાજસ્થાને 151 રનનો ટાર્ગેટ 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

Share Now