ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિતીની વિચારણા

144

મુંબઇ : દીપિકા પદુકોણ હાલ કાન્સ ફેસ્ટિવલનો હિસ્સો બની છે.પરંતુ દીપિકાના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે કે,તે હવે ધ ઇન્ટર્નનો હિસ્સો રહી નથી.તેના સ્થાને અન્ય હિરોઈનની વિચારણા થઈ રહી છે અને તેમાં પરિણીતી ચોપરાનું નામ સૌથી મોખરે છે.ઇંન્ટર્નની રીમેક લાંબા સમયથી ચર્ચામાં છે.આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને સ્વ.રિશી કપૂરના મુખ્ય રોલની ઘોષણા કરવામાં આવી હતી.રિશીના નિધન પછી આ ફિલ્મ હોલ્ડ પર હતી.આ પછી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઇ હતી.
ફિલ્મ પીકુ પછી દર્શકોને દીપિકાઅને અમિતાભને રૂપેરી પડદે ફરી સાથે જોવાનો મોકો મળવાનો હતો.પરંતુ હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,ફિલ્મસર્જક દીપિકાના સ્થાને અન્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા છે.આ ફિલ્મમાં દીપિકાની જગ્યાએ કોણ આવે છે તે તો સમય જ કહેશે.જોકે,અત્યારે આ હોડમાં પરિણિતી મોખરે હોવાનું કહેવાય છે.

દીપિકા આ રીમેકની કો પ્રોડયૂસર પણ છે.જોકે,હવે તે પ્રોડયૂસર તરીકે પણ રહેશે કે નીકળી જશે તે અંગે જાહેરાતની રાહ જોવાય છે.

ઇન્ટર્ન ફિલ્મ ઇન્ટિમેટ અને રિલેશનશિપ પર આધારિત ફિલ્મ છે.જે વર્કપ્લેસની આસપાસ ફરતી જોવા મળે છે.ફિલ્મમાં ઓફિસનો માહોલ દર્શાવામાં આવ્યો છે.આ ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્મા કરવાનો છે.

Share Now