વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓને રેડિયો ફ્રીકવન્સી આઈકાર્ડ અપાશે

249

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકૂટ પર્વત પર આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રાની યોજના બનાવેલી રહેલા શ્રદ્ધાળુ માટે ટૂંક સમયમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિટી કાર્ડ(આરએફઆઈડી) આપવામાં આવશે,જેથી યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકાય અને ઈમરજન્સી વખતે તમામ જરુરી પગલાં સુનિશ્ચિત કરી શકાય.અધિકારીઓના કહેવા મુજબ લગભગ 2000 યાત્રીઓની ક્ષમતા ધરાવતું દુર્ગા ભવનનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે,જેથી મંદિર પરિસરમાં ભીડ એકત્ર થાય નહીં.જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના માધ્યમથી મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે આરએફઆઈડી શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે.વર્ષના પ્રથમ દિવસે મંદિર પર ભાગદોડ મચી હતી,જેના ધ્યાનમાં રાખીને આ ઉપાય સૂચવાયો હતો.આ ભાગદોડમાં 12 લોકોના મોત થયા હતા,જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.આ પ્રથમ દુર્ઘટના હતી,ત્યારબાદ ઉપરાજ્યપાલ મનોજસિંહાએ શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 100 ટકા ઓનલાઈન રજીસ્ટ્રેશન સહિત કેટલાક મહત્વના પગલાં ભરવાની જાહેરાત કરી હતી.

Share Now