બીજિંગના અનેક ભાગમાં લૉકડાઉન લાગુ

196

બીજિંગ : ચીન કોરોનાને અંકુશમાં રાખવા માટે આકરાં નિયંત્રણો મૂકી રહ્યું હોવા છતાં પણ એના ફેલાવાને રોકી શકાતો નથી.બીજિંગના અનેક ભાગમાં ગઈ કાલે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
ચીનનાં વધુને વધુ શહેરોમાં કોરોના સતત ફેલાઈ રહ્યો છે.ચાઇનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યાં ડિલિવરી સર્વિસ પૂરી પાડતી રેસ્ટોરાં અને દવાની દુકાનો સિવાય જિમ,ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અને શૉપિંગ મૉલ્સ સહિત મનોરંજન માટેની તમામ ઇનડોર જગ્યાઓને ગઈ કાલથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.બીજિંગના પાંચ જિલ્લાના લોકોને ૨૮ મે સુધી ઘરેથી જ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.ચીનમાં ઑમાઇક્રોનના કારણે કેસોમાં વધારો થયો છે.

Share Now