સુરત : તા.22 મે 2022 રવિવાર : રીંગરોડની મિલેનીયમ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂ.11.69 લાખના ચણીયા-ચોલી ખરીદી છેલ્લા ત્રણ વર્ષથી પેમેન્ટ નહીં ચુકવનાર દિલ્હીના વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
રીંગરોડ સ્થિત મિલેનીયમ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી નિધી ક્રિએશન નામે ચણીયા-ચોલીનો ધંધો કરતા જયેશ જશમત પટેલ(ઉ.વ.43 રહે.વિક્રમનગર સોસાયટી,એલ.એચ.રોડ,વરાછા અને મૂળ.શાખપુર,તા. લાઠી,જિ.અમરેલી) એ દલાલ હસ્તક દિલીપ સત્યદેવ વર્મા(રહે.ચાંદની ચોક,દિલ્હી)સાથે પરિચય થયો હતો.પોતે દિલ્હીના પ્રતિષ્ઠિત વેપારી અને સમયસર પેમેન્ટ ચુકવશે તેવી વાત કરી સપ્ટેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીમાં રૂ.11.69લાખનો માલ ખરીદયો હતો.પરંતુ તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું ન હતું.જેથી ઉઘરાણી માટે જયેશ દિલ્હી ગયો હતો જયાં હાલમાં મદી છે પરંતુ પોતાનું મકાન વેચીને પેમેન્ટ ચુકવશે એમ જણાવ્યું હતું.પરંતુ આ દરમિયાનમાં જયેશને જાણવા મળ્યું હતું કે દિલીપ સત્યદેવ વર્માએ મિલેનીયમ ટેક્સટાઇલ માર્કેટના હીર ક્રિએશન,પ્રિયા મીલન સાડી,અનુષ્કા ફેશન,મરૂધર કેસરી એન એક્સ તથા રાધા ક્રિષ્ણા ફેશન નામની દુકાનમાંથી પણ માલ ખરીદી આજ દિન સુધી પેમેન્ટ ચુકવ્યું નથી.