જોર્ડનમાં આયોજિત પેરા ઈન્ટરનેશનલમાં સુરતની ભાવિકાએ મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો

244

સુરત : તા.22 મે 2022 રવિવાર : સુરતના પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા,સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.જન્મથી જ કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં પરંતુ મજબૂત મનોબળના કારણે તે ભાંગી ગયા નહતા તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા અને ત્યારબાદ જોર્ડનમાં આયોજિત પેરા ઇન્ટરનેશનલમાં મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેળવી સુરત સહિત સમગ્ર ભારત નું નામ રોશન કર્યું છે.

સુરત ના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શકતાં નહતાં.કરોડરજ્જુમાં તકલીફ થવાના કારણે દિવ્યાંગ ભાવિકાને 5 વર્ષની વયે પણ મુશ્કેલી વેઠવી પડતી હતી.તેઓ 8 વર્ષની વયે માંડમાંડ થોડું ચાલીને પોતાના આત્મબળે પોતે ઊભા રહેવા લાગ્યાં હતાં.ત્યારબાદ વોકરથી તેઓ ચાલતાં હતાં.માતાપિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરોબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા.

Share Now