સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું

150

સુરત : તા.23 મે 2022,સોમવાર : હાલમાં પડેલા વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક,એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે.વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

સ્કૂલ અને કોલેજમાં વેકેશન પડવાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે.પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે.સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકાનું પ્રાણીસંગ્રહાલય(નેચર પાર્ક)હાલ મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યો છે.વેકેશન ની રજા ઉપરાંત શનિ-રવિના દિવસોમાં નેચર પાર્કમાં કીડીયારું ઉભરાતું હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.હાલ ગરમીના માહોલમાં કુદરતી વાતાવરણ એવા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે.સામાન્ય દિવસોમાં પાલિકાના નેચર પાર્કમાં સોમવારે રજા હોય છે પરંતુ હાલ વેકેશનમાં લોકોનો ધસારો જોઈને સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે.

Share Now