41 કરોડના બનાવટી બિલને આધારે 7.38 કરોડની ટ્રેક્સ ક્રેડિટ મેળવનાર વેપારીની ધરપકડ

111

મુંબઇ : પુણેમાં જીએસટી વિભાગે કાર્યવાહીનો સપાટો બોલાવી એક વેપારીની ધરપકડ કરી હતી.જીએસટી વિભાગે ધરપકડ કરેલ વેપારી પ્રવિણ ગુંદેચાએ ૪૧ કરોડ રૃપિયાના બનાવટી બિલને આધારે ૭.૩૮ કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હતી.આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.આ સંદર્ભે રાજ્ય જીએસટી વિભાગે બહાર પાડેલ એક નિવેદન અનુસાર આરોપી ગુંદેચા જીરાવાલા મોલ્સ નામે કંપની ધરાવે છે.તેણે ૪૧ કરોડના બનાવટી બિલને આધારે ૭.૩૮ કરોડ રૃપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી હતી.ટેક્સ ચોરી પકડી પાડવા જીએસટી વિભાગે કોમ્પ્રિહેન્સીવ એનાલિટીક્સ ટૂલનો ઉપયોગ કરી અન્ય વિભાગો સાથે સમન્વય સાધી ગુંદેચાની ટેક્સ ચોરી પકડી પાડી હતી.ગુંડેચાએ ૪૧ કરોડ રૃપિયાના બનાવટી બિલ કોઇપણ પ્રકારની ખરીદી કે વેચાણ વગર બનાવી તેના પર ૭.૩૮ કરોડ રૃપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સ્પષ્ટ થયા બાદ ગુંદેચાની ધરપકડ કરવામાં આવી હતી.ગુંડેચાને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.સ્ટેટ જીએસટી વિભાગે કોમ્પ્રિહેન્સીવ એનાલિટીક્સ ટૂલની મદદથી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવતા આરોપીઓને પકડી પાડવાનું કામ આરંભ્યું છે.અત્યાર સુધીમાં આ પ્રકારની દસ કાર્યવાહી હાથ ધરી કરોડોની ટેક્સ ક્રેડિટનો પર્દાફાશ કર્યો છે.

Share Now