ફુગાવાને કાબુમાં લેવા રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારવાનું ચાલુ રાખશેઃ દાસ

137

મુંબઈ : ફુગાવાજન્ય દબાણને ખાળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)રેપો રેટમાં વધારવાનું ચાલુ રાખશે,પરંતુ વ્યાજ દર વધારીને કોરોના પહેલાના સ્તર સુધી લઈ જવાશે કે કેમ તે કહેવું હાલમાં મુશકેલ છે,એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.વ્યાજ દરમાં વધારો કરવા બાબત કંઈ વિચારવા જેવું રહ્યું નથી.રેપો રેટમાં થોડોક વધારો થશે.પરંતુ કેટલો થશે તે હું કહી શકું એમ નથી, એમ દાસે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.વ્યાજ દર વધારીને ૫.૧૫ ટકા સુધી લઈ જવાશે એમ કહેવું યોગ્ય નહીં ગણાય.હવે પછીની જુનની બેઠકમાં મોનિટરી પોલિસી કમિટિ(એમપીસી) વ્યાજ દરમાં વધારો કરશે તે અંગે બજાર જે વિચારે છે,તે ખરું છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે રિઝર્વ બેન્ક દેશની નાણાં વ્યવસ્થામાં વધારે પડતી લિક્વિડિટીને પણ આગામી બેથી ત્રણ વર્ષમાં દૂર કરવા માગે છે.મેના પ્રથમ સપ્તાહમાં રેપો રેટમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો ઓફ્ફ સાઈકલ વધારો કરીને એમપીસીએ બજારને આંચકો આપી દીધો હતો.

Share Now