નવી િદલ્હી : સંઘર્ષ,હિંસા,માનવ અધિકારોના ઉલ્લંઘન અને દમનથી બચવા વિશ્વભરમાં સૌપ્રથમ વાર 10 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.યુક્રેનના યુદ્ધના કારણે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR) એ સોમવારે આ માહિતી આપી હતી.રણાર્થીઓ માટે યુએન હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે.એજન્સીએ જણાવ્યું હતું કે,ઈથોપિયા,બુર્કિના ફાસો,મ્યાનમાર,નાઈજીરિયા,અફઘાનિસ્તાન અને કોંગો સહિતના દેશોમાં હિંસા અથવા સંઘર્ષની ઘટનાઓને કારણે વિશ્વભરમાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 2021ના અંત સુધીમાં 9 કરોડ સુધી પહોંચી ગઈ છે.2022 માં,યુક્રેનમાં યુદ્ધના કારણે દેશની અંદર 80 લાખ લોકોને વિસ્થાપિત કર્યા હતા અને લગભગ 60 લાખને દેશ છોડવાની ફરજ પડી હતી.
શરણાર્થીઓ માટે યુએન હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે આપણે વિશ્વભરના તમામ સંકટો માટે એક થવાની જરૂર છે.શાંતિ અને સ્થિરતાથી હિજરત અટકાવી શકાય છે.