જેઈઈ પરીક્ષા હવે વિશ્વભરના 25 દેશોમાં લેવાશે

214

મુંબઈ : દેશની આઈઆઈટી સંસ્થાઓમાંના એન્જિનીયરીંગ કોર્સના એડમિશન માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(જેઈઈ)હવે વિશ્વના ૨૫ દેશોમાં લેવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
(યુજીસી)એ લીધો છે.આ પહેલાં જેઈઈ પરીક્ષા ૧૨ દેશમાં લેવાતી હતી.જીસીએ આપેલ માહિતીનુસાર,અંડરગ્રેજ્યુએટ એન્જિનીયરીંગ કોર્સની આશરે ૩૯૦૦ બેઠકો ઉપલબ્ધ છે.બિનરહેવાસી ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ માટે માસ્ટર્સ કોર્સની ૧૩૦૦ બેઠકો ઉપલબ્ધ કરી આપવામાં આવશે.આ તમામ બેઠકો પર એડમિશન માટે અમેરિકાથી વિએતનામ સુધી એકજ સમયે ૨૫ દેશોમાં જેઈઈ પરીક્ષા લેવાની યુજીસીની યોજના છે.જેઈઈ પરીક્ષા લેવામાં આવનાર દેશોમાં અમેરિકા,ઑસ્ટ્રેલિયા,દક્ષિણ આફ્રિકા,સિંગાપોર,ચીન,નેપાળ,ઈંડોનેશિયા,મલેશિયા,બહેરીન,કુવૈત,કતાર,સંયુક્ત અરબ અમિરાત આદિ દેશોનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં પાત્ર ઠરનારા વિદેશી વિદ્યાર્થીઓ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી,નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી,સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટ અને અન્ય સેન્ટ્રલ ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટ્સમાં એડમિશન લઈ શકશે.

Share Now