અખિલેશનું ‘એક તીર બે નિશાન’ : કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર જાહેર

206

નવી દિલ્હી : તા.25 મે 2022,બુધવાર : સમાજવાદી પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે.જણાવવામાં આવી રહ્યું છે કે,પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે પોતાની પત્ની ડિમ્પલ યાદવને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે.ડિમ્પલ ઉપરાંત દેશના પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ અને જાવેદ અલી ખાનના નામનો પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો.જેમાંથી હાલ કપિલ સિબ્બલને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.કપિલ સિબ્બલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.જાવેદ અલી ખાન સપાના ખાતામાં પહેલા પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.રાજ્યસભાની 11 સીટો માટે નોમિનેશન પ્રક્રિયા 24 મેથી શરૂ થઈ ગઈ છે.સમાજવાદી પાર્ટીએ હાલમાં કપિલ સિબ્બલને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.જેમાં ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાનનું કોકડું ગુચવાયેલું છે.રાજ્યસભામાં અત્યાર સુધી સપાના 5 સભ્યો છે.જેમાં કુંવર રેવતી રમણ સિંહ,વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે,અખિલેશ યાદવ 1 જૂને દિલ્હી આવ્યા હતા.જ્યાં આ તમામ દાવેદારો પહોંચી ગયા હતા.સમાજવાદી પાર્ટી દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવેલી યાદીમાં સૌથી ચોંકાવનારું નામ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલનું હતું.કહેવામાં આવી રહ્યું છે કે,આ પગલા દ્વારા સમાજવાદી પાર્ટી એક તીરથી 2 નિશાન સાધવાની કોશિશ કરી રહી છે.કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કેસ લડ્યો હતો.તે જ સમયે સૂત્રોના જણાવ્યા અનુસાર,અખિલેશ યાદવનું માનવું છે કે,એક મુસ્લિમ નેતાને પણ રાજ્યસભામાં મોકલવો જોઈએ.ત્યારબાદ ઈમરાન મસૂદ
સલીમ શેરવાની અને જાવેદ અલીના નામ સામે આવ્યા છે પરંતુ વર્તમાન યાદીમાં જાવેદ અલીના નામ પર મહોર લાગી ગઈ છે.

Share Now