હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ

120

શિમલા : તા.25 મે 2022,બુધવાર : હિમાચલ પ્રદેશના સોલન ક્ષેત્રના પંજરોલ ગામની બલજીત કૌરે ગત તા.22 મેના રોજ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો.ત્યાર બાદ બીજા જ દિવસે તેણે વિશ્વના ચોથા સૌથી ઉંચા શિખર માઉન્ટ લાહોત્સેનું ચઢાણ શરૂ કરી દીધું હતું અને તેના પર વિજય પતાકા લહેરાવી હતી.આ સાથે જ બલજીતે એક જ મહિનાની અંદર 8,000 મીટરથી ઉંચા 4 શિખર સર કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.બલજીતના પિતા અમરીક સિંહ હિમાચલ પ્રદેશમાં રાજ્ય સડક પરિવહન નિગમમાં ચાલક છે.તેના માતા શાંતિદેવીએ જણાવ્યું કે,બલજીતને બાળપણથી જ પહાડો પર ચઢવાનો શોખ હતો.તે NCC કેડેટ રહી ચુકી છે.NCCના કેમ્પ દરમિયાન તેણે પર્વતારોહણનું પ્રશિક્ષણ મેળવ્યું હતું.બલજીતે વર્ષ 2016માં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે તે સમયે ઓક્સિજન માસ્ક ખરાબ થવાના કારણે તેણે વચ્ચેથી પરત ફરવું પડ્યું હતું.તેણે અત્યાર સુધીમાં અનેક પહાડના ઉંચા-ઉંચા શિખરો સર કર્યા છે.

Share Now