મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અનિલ પરબના ઘર સહીત અનેક સ્થળોએ EDના દરોડા

133

મુંબઈ : તા.26 મે 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબ(Anil Parab)સાથે સબંધિત મુંબઈ અને પુણે સ્થિત સાત સ્થળો પર આજે EDએ દરોડા પાડ્યા છે.આ કાર્યવાહી મની લોન્ડ્રિંગ મામલે કરવામાં આવી છે.આ દરોડા પુણે,મુંબઈ અને દપોલીમાં પાડવામાં આવ્યા છે.તપાસ એજન્સી દ્વારા મની લોન્ડ્રિંગની ગુનાહિત ધારાઓ હેઠળ શિવસેનાના નેતા સામે નવો કેસ નોંધાવ્યા બાદ પુણે,મુંબઈ અને દાપોલીમાં પરબના આવાસ સહીત સાત સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે.અનિલ પરબની પૂર્વ મંત્રી અનિલ દેશમુખ સાથે સબંધિત એક અન્ય મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે,તાજેતરમાં જ અમરાવતીની સાંસદ નવનીત રાણાએ(Navneet Rana)એ CBIને મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે અને શિવસેના નેતા અનિલ પરબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નવનીત રાણાનો આરોપ છે કે,તેમની ધરપકડ દરમિયાન મુંબઈ પોલીસ (Mumbai Police)એ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.નવનીત રાણાના જણાવ્યા પ્રમાણે તેમની ફરિયાદ સીબીઆઈએ લઈ લીધી છે. નવનીત રાણાએ આરોપ લગાવ્યો હતો કે,તેમણે મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં તેમની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો.

Share Now