ગાડીનો ખર્ચ વધશે : 1લી જુનથી વધશે વીમા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

155

અમદાવાદ : તા.26 મે 2022, ગુરૂવાર : Insurance Premium Hike : સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો,1 જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ;હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે.ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે.કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે.1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલેકે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે.કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે.હવે કારના એન્જિન પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી પડશે.માર્ગ અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20માં કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના સમયમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.હવે અલગ-અલગ એન્જિન ક્ષમતા પ્રમાણે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે.પ્રીમિયમના નવા દર 1 જૂનથી લાગુ થશે.

Share Now