ટૂંક સમયમાં મુંબઈ યુનિવર્સિટીમાં સ્ટૂડન્ટ ઈલેક્શનનું બ્યુગલ ફૂંકાશે

280

મુંબઈ : મુંબઈ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી કે સ્ટૂડન્ટ ઈલેક્શન જાહેર થવાની શક્યતા વર્તાઈ રહી છે.આ બાબતે સલાહકાર સમિતિ નિમવાના તમામ અધિકાર કુલગુરુને સોંપાયા છે.
યુનિવર્સિટીની સેનેટમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો માંડવા માટે ડિગ્રી પ્રાપ્ત પ્રતિનિધિ તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિ,શિક્ષક પ્રતિનિધિની નિયુક્તિ કરાય છે.નવા યુનિવર્સિટી એક્ટ મુજબ આ ચૂંટણી થવી જરુરી છે.આ ચૂંટણીનું આયોજન કરવા માટે યુનિવર્સિટીએ તૈયારીઓ શરુ કરી છે.તાજેતરમાં મેનેજમેન્ટ કાઉન્સિલની પાર પડેલી બેઠકમાં આ ચૂંટણી બાબતે સલાહ આપવાના નિષ્ણાત સમિતિ રચવાના તમામ અધિકાર કુલગુરુ(વાઈસ ચાન્સેલર)ને સોંપાયા છે.આથી જલ્દી જ સમિતિ સ્થાપિત થઈ આગળની પ્રક્રિયા શરુ થશે અને ચૂંટણી જાહેર થશે,એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં આ ચૂંટણી થવાની છે.

Share Now