
મુંબઈ : બરતરફ પોલસ અધિકારી સચિન વાઝેએ કથિત ભ્રષ્ચાચારના પ્રકરણમાં માફીના સાક્ષીદાર બનાવાની તૈયારી બતાવી છે.આ બાબતે સચિન વાઝેએ વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઈએ તેમની અરજીને સશર્ત મંજૂરી આપી હોવાથી આવતી ૩૦ મેના રોજ કોર્ટમાં સુનાવણી થશે.કથિત ભ્રષ્ટાચાર પ્રકરણે માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સહિત અન્ય આરોપીઓ સામેની પોતાની પાસે રહેલી માહિતી આપવાની તૈયારી સચિન વાઝેએ દાખવી છે.માફીના સાક્ષીદાર બનવા માટે વાઝેએ તમામ જોગવાઈ જેવી કે કાયદેસર શરતો પૂર્ણ કરવી પડશે.વિશેષ સીબીઆઈ કોર્ટે વાઝેની અરજી સ્વીકારશે તો તેના જવાબ ફરિયાદી સાક્ષીદાર તરીકે નોંધવામાં આવશે.અન્ય આરોપી વિરુદ્ધ પુરાવા વાપરી શકાયશે.ખાસ કરીને સચિન વાઝે સામે કેસ ચલાવાશે નહીં.
વાઝેએ અગાઉ ફેબુ્રઆરી મહિનામાં ઈડીને પત્ર લખીને પોતાને તાજનો સાક્ષી બનાવવાની વિનંતી કરી હતી.મની લોન્ડરિંગ પ્રકરણે આરોપી વિરુદ્ધ માફીના સાક્ષીદાર બનવા તૈયાર હોવાના સચિન વાઝેના પત્ર બાદ હવે વકિલ મારફત કોર્ટમાં રીતસર અરજી કરી છે.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર જીલેટિન ભરેલું એસયુવી પાર્ક કરવા તથા કારના માલિક મનસુખ હિરેણની હત્યા પ્રકરણે ક્રાઈમ બ્રાંચના આસિસ્ટંટ ઈન્સ્પેક્ટર વાઝે તેના સહકારી રિયાઝ કાઝી અને પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ માનેની એનઆઈએએ ધરપકડ કરી હતી.અનિલ દેશમુખના આદેશાનુસાર મુંબઈના બાર અને રેસ્ટોરાં પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનું વાઝેએ તપાસ દરમ્યાન જણાવ્યું હતું.મની લેન્ડરિંગ પ્રકરણે વાઝેની જામીન અરજી સેશન્સ કોર્ટના વિશેષ પીએમએલએ કોર્ટે ૨૦ મેના રોજ ફગાવી હતી.વાઝે પ્રભાવ શાળી વ્યક્તિ છે અને જામીન મળતાં સાક્ષીદાર પર પ્રભાવ પાડી શકે છે,એવો દાવો ઈડી વતી કરવામાં અવાયો હતો.