ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાની નિકાસ પર અંકૂશ આવવાની ચર્ચા

265

મુંબઈ : અન્નના વિશ્વસ્તરે પૂરવઠા સંદર્ભમાં ભારત એકદમ જ સંરક્ષણવાદી બનવા તરફ જઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે.છેલ્લા એક પખવાડિયામાં ઘઉં તથા ખાંડ પર નિકાસ અંકૂશ બાદ સરકાર હવે વિશ્વના મુખ્ય ખોરાક ચોખાની નિકાસ પર પણ નિયમન લાવી શકે છે,તેવી ચર્ચાએ જોર પકડયું છે.ચોખાની નિકાસમાં કોઈપણ નિયમન વિશ્વ સ્તરે ફૂડ સિક્યુરિટી પર ગંભીર અસર કરનારું બની રહેશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.ઘઉં તથા ખાંડની નિકાસ પર ભારતે અચાનક અંકૂશ મૂકી દેતા વિશ્વના અનેક દેશોને તેનો આંચકો લાગી ગયો છે અને આ અંકૂશો દૂર કરવા વિવિધ દેશો તરફથી ભારતને વિનંતી પણ કરવામાં આવી રહી છે. ભારત વિશ્વમાં ચોખાનો પ્રથમ ક્રમનો નિકાસકાર દેશ છે.ઘઉં તથા મકાઈની આજે જ્યારે અછત વર્તાઈ રહી છે,ત્યારે ચોખાની નિકાસ પર કોઈપણ પ્રતિબંધ વિશ્વના લાખો લોકોને ભૂખમરામાં ધકેલી દેશે એટલુ જ નહીં ખાધાખોરાકીના ફુગાવામાં પણ વધારો કરાવશે.સરકારે ઘઉં તથા ખાંડની નિકાસ પર અંકૂશ મૂકી દીધા છે ત્યારે હવે ચોખાની નિકાસ પર અંકૂશ મૂકવાની વિચારણા કયારે થાય છે તે જ જોવાનું રહેશે એમ એક બેન્ક ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.

Share Now